લીંબડીના સામાજીક કાર્યકરો કરીસ્માબેન બેલીમ, કલ્પેશ વાઢેર, નાજીરભાઈ સોલંકી, સલીમભાઈ બેલીમને એક ફોન આવ્યો હતો કે આશરે 30 વર્ષની વય ધરાવતી યુવતી જેને પોતાનું નામ પણ નથી આવડતું અને અસ્તવ્યસ્ત હાલતમાં ઓનેસ્ટ સામેના વિસ્તારમાં આવી ઠંડીમા ફરી રહી છે અને આ યુવતીની આગળ પાછળ કોઈ નથી ત્યારે આવી માનવસેવા કરતાં કાર્યકરો તે સ્થળે દોડી ગયા હતા અને આ યુવતીને ભોજન કરાવી 181 ને સોંપવા માટે ફોન કર્યો હતો પણ 181 અન્ય કેસમાં બહાર હોવાથી સ્થાનિક પોલીસને સોંપવાની વાત કરી હતી ત્યારે આ કાર્યકરો દ્વારા તાત્કાલિક આ યુવતીને લીબડી પોલીસ સ્ટેશન લઈ ગયેલ ત્યારે લીંબડી પીએસઆઈ બી.કે.મારૂડા એ માનવતા દાખવી પોલીસ વાનની મદદથી થતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારે આ યુવતીને મેડિકલ ચેકઅપ માટે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને તમામ રિપોર્ટ સાથે રાખી પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને લક્ષ્મણભાઈ તેમજ સામાજીક કાર્યકરો કરીસ્માબેન બેલીમ, કલ્પેશ વાઢેર, નાજીરભાઈ સોલંકી, સલીમભાઈ બેલીમ પોલીસ વાન સાથે આ મહિલાને સુવ્યવસ્થિત જગ્યા એટલે કે મંગલ મંદિર માનવ બગોદરા ખાતે જવા રવાના થયા હતા અને આ સંસ્થાના દિનેશભાઈ દ્વારા આ ઘણાં વર્ષોથી ચાલતી સંસ્થા જેમાં 557 આવા લોકોને રાખી અને માવજત કરવામાં આવે છે ત્યારે દિનેશભાઈને કાયદેસરની કાર્યવાહી સાથે આ બેનને ત્યારે મધરાતે સોંપવામાં આવી હતી
ત્યારે કહી શકાય કે માનવ સેવા એ જ સાચી પ્રભુસેવાનુ ઉદાહરણ લીંબડી સામાજીક કાર્યકરો, લીબડી પોલીસ અને મંગલ મંદિર માનવ બગોદરાએ પુરૂ પાડયું હતું અને આ રઝળતી મહિલાને સુરક્ષિત જગ્યાએ સોંપવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક વર્ષથી દોઢમા આવી બીજી યુવતીને આ કરીસ્માબેન બેલીમ, કલ્પેશ વાઢેર, નાજીરભાઈ સોલંકી, સલીમભાઈ બેલીમ દ્રારા આ સામાજીક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર