લીંબડી ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ લીબડી પ્રાંત અધિકારી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુપાલન, આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, સેવાસેતુ, તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી ત્યારે આ કૃષિ મહોત્સવમા 30 ઉપરાંત અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજુ કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, લીબડી મામલતદાર એસ.એ.સોલંકી, નાયબ નિયામક એસ.એ.સિણોજીયા, તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા, પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા,પાલીકા પ્રમુખ રધુભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી ખેતી આર.એચ.દેત્રોજા, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી, આરોગ્ય, પોલીસ, પંચાયત, શિક્ષણ, પીજીવીસીએલ સહિત વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ 2023 ને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમાંમ ગ્રામ સેવકોએ આર.એચ. દેત્રોજાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી એપીએમસી ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ યોજાયો
Advertisement