જન સેવા એ જ પ્રભુ સેવા અને સર્વહિતનું ઘણા વર્ષોથી કામ કરતી ખુશી ફાઉન્ડેશન ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક દાતાઓના સાથ સહકારથી દિવાળી નિમિતે જરૂિયાતમંદોને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કિટમાં ચોખા ચણા, મગ, ખાંડ, ચાહ, ગોળ, મીઠાઈ સહિતની ચીજ વસ્તુઓ તેમજ વિધવા બહેનોને સાડી અને નાના બાળકોને કપડા વિતરણ કરવામાં આવ્યું હતુ. જ્યારે આજના દિવસે દરેક લાભાર્થીના ચહેરા પર એક અલગ ખુશી માહોલ જોવા મળી હતી તથા દર મહિને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે નાના મોટા તહેવારોમાં જેમ કે જન્માષ્ટમી, ઉતરાયણ કે પછી દિવાળી હોય વગેરે પવિત્ર પાવન દિવસે કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ વર્ષે ખુશી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે પણ જરૂિયાતમંદ બાળકોને જરૂિયાત ચીજવસ્તુઓ આપવા આવી હતી, વર્તમાન સમયમા ખરેખર કોઈ જરૂિયાતમંદોને પ્રત્યેક્ષ કે પરોક્ષરીતે મદદરૂપ થયું એ જ સાચી દિવાળીની ઉજવણી કહિ શકાય. આ કીટ વિતરણ કાર્યક્રમમા લીંબડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કૃષ્ણસિહ રાણા, લીંબડી ગ્રામ્ય ભાજપ યુવા મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા તેમજ લીંબડી આર. આર. હોસ્પિટલના આર.એમો ગીતાબેન શાહ તેમજ ડૉ જયદીપ, રાજુભાઈ રાઠોડ, મુકેશભાઈ, હિરલબેન, નેહાબા ઝાલા સહિતના દાતાઓએ પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા કુલ આશરે ૫૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ખૂશી ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન અને તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સારી ભારે જહેમત ઉઠાવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર