Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

Share

લીંબડી ખાતે આજે ક્ષત્રિય સમાજ માંગુજી શાખા ઝાલાવાડ દ્વારા લીબડી વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ભવ્ય રીતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના બાળકો અભ્યાસમા જેતે ક્ષેત્રમાં પારંગત થયેલ હોય જેઓને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત સાતેય સ્ટેટના ઠાકોર સાહેબ અને રાજકુંવર દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી તેમજ આવેલ મહેમાનોનુ પુષ્પગુચ્છ અર્પણ કરી અને મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અશ્વો, બાઈક, કારના કાફલા સાથે લીબડીની મેઈન બજારમા યાત્રા નિકળી હતી

જેમાં લીબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત લીબડી ચુડા લખતર મુળી વઢવાણ સાયલા સહિતના સ્ટેટના ઠાકોર સાહેબ અને રાજકુંવર હાજર રહ્યા હતા તેમજ આવેલ મહેમાનો અને ક્ષત્રિય સમાજના વડીલો અને યુવાનો દ્વારા શંસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં લીબડી સ્થાનિકોમા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લીબડી ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલા, ડો. રૂદ્રસિહ ઝાલા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા, પૂર્વ પંચાયત પ્રમુખ કૃષ્ણનસિહ રાણા, સહિતના સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા

ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિવૃત્ત ડેપ્યુટી કલેકટર મહાવીરસિંહ ઝાલા, બ્રિજરાજસિહ ઝાલા સહિતના સમાજના લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આજના દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે જૈનમુનિ પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મ દર્શનજી મહારાજની આદિ મુમીવૃંદની પાવન પધરામણી.

ProudOfGujarat

વડોદરાના તૃષા હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે માત્ર ૭ દિવસમાં જ ૩૦૦ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી.

ProudOfGujarat

અમદાવાદ:સૈજપુર પાસે એક ઇન્ક બનાવતી કંપનીમાં ભભુકી આગ : 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!