સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર ગોદાવરી ગામ પાસે પૂરબ જીનમાં આગ લાગી અંદાજે લાખો રૂપિયાનો કપાસનો જથ્થો બળીને ભસ્મ થયો અને સુરેન્દ્રનગરની બે ફાઈર ફાઈટર ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ આગ કાબુમાં આવી જતા મોટી જાન હાની ટળી હતી. સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પર ગોદાવરી ગામ નજીક પૂરબ જીનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ લાગવાના બનાવની ઘટનાની સુરેન્દ્રનગર ફાઈર ફાઈટરની ટીમને જાણ થતા બે ફાઈર ફાઈટર ટીમ સમયસર પહોંચી લાગેલી આગને ઓલવવા માટે બે ફાઈર ફાઈટરની ટીમની મદદ જેમાં ઘનશ્યામભાઈ,શકિતસિંહ,દીગુભા,રાજભા,અને ગોપાલભાઈ સહિતની ટીમ દ્વારા આ આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ આગની જાણ મૂળી પોલીસ મથકે થતા ઘટના સ્થળે મૂળી પોલીસ દોડી આવી હતી. આ આગ જીન કંપાઉન્ડ રહેલા ટેકટરની નોજલ ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પૂરબ જીનમાં એક સાઈડ પડેલો લાખો રૂપિયાનો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જયારે ફાઈર ફાઈટરની ટીમ તાત્કાલીક પહોંચી જતા લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી અને આ આગ કાબુમાં આવી જતા કોઈ જાન હાની થવા પામી નથી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર