લીંબડી તાલુકાથી આશરે આઠ કિલોમીટર દુર નટવરગઢ ગામ આવેલું છે ત્યારે આ ગામની ગ્રામ પંચાયતે જવાનો રસ્તો ભારે ગંદકી અને કિચડ ભરેલો છે ત્યારે આ રસ્તા પર વાહન પણ માંડ માંડ ચાલે તેવી પરિસ્થિતિ છે આ રસ્તો ઘણા વર્ષોથી આજ સ્થિતિમા છે ત્યારે આ રસ્તાની બાજુમાં આશરે દોઢથી બે ફુટ પહોળી પંચાયત સુધીની પાળી આવેલી છે લોકો આ પાળી પરથી ડગતા-મગતા માંડ માંડ કરીને ગ્રામ પંચાયત સુધી પહોંચે છે ત્યારે લોકોમાં આ રસ્તો બનાવવા માટે માંગ ઉઠી છે જો આ રસ્તો બને તો લોકોને રાહત થાય અને હાલાકીનો સામનો ના કરવો પડે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement