સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં સૌરાષ્ટ્ર કો.સ્પીનિંગ બંધ મીલના કામદારો છેલ્લા 20 વર્ષથી ન્યાય માટે લડી રહ્યા છે તો પણ હજી સુધી ન્યાય મળેલ નથી અને મીલ વર્કરો સાથે સરેઆમ નાઈન્સાફી થઈ રહી છે અને મીલની જમીન વેચી ચાંઉ કરી જવામાં આવશે તેમ કોંગ્રેસના કાર્યકર ઈલેસ ખાદલાએ જણાવ્યું હતું ત્યારે આ બંધ મિલની સંપતિ બારોબર વેચી દે છે તેના અનુસંધાને મિલ કામદારોની મીટીંગ બોલાવેલ છે તેમ જણાવ્યું હતું. તેમજ આ મીલના મહિલા કામદારે જણાવ્યું હતું આ મીલ પાસેથી અમારે અમારી લેણી રકમ બાકી છે ત્યારે અમારી સાથે કામ કરતા કેટલાય કામદારોએ આત્મહત્યા કરી લીધી છે તેમ છતાં તંત્ર અમારા ગરીબ ઉપર ધ્યાન આપતી નથી અને હવે અમે પણ મરવાના વાંકે જીવી રહ્યા છીએ તેમ મીલના કામદારોએ જણાવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement