દિન પ્રતિદિન લીબડી કેળવણી મંડળ સંચાલિત વિદ્યાલય તેમજ કોલેજ જન જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે જેથી યુવાનોમા જાગૃતતા આવે ત્યારે આજરોજ લીબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખિદા કોલેજ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અંતર્ગત ઇન્ડિયન સ્કૂલ ઓફ માઈક્રોફાઈનાઇન્સ ફોર વુમન સંસ્થા દ્વારા લીંબડી આટર્સ કોલેજ ખાતે ડિજિટલ બેન્કિંગમાં તથા ફોર્ડમાં નાણાંની ઉપાચત બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જે ઓનલાઇન ફોર્ડ થાય છે તેની સંપૂર્ણ માહિતી કોલેજના વિદ્યાર્થીઓને દેવરાજભાઈ જાદવ દ્રારા સમજણ આપવામાં આવી હતી અને દરેક જેમ કે બેન્ક એકાઉન્ટ, ગુગલ પે, પે ટીએમ, ઓનલાઇન ખરીદી વગેરેની માહિતી આપવામાં આવી હતી ત્યારે આ સેમિનારમાં આ કોલેજના પ્રિન્સીપાલ એસ.એચ.પુરોહિત, પ્રોફેસર ઠક્કરભાઈ સહિતના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમ સફળ બન્યો હતો અને વિદ્યાર્થીઓને એક નવી માહિતી મળી હતી.
લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેમિનાર યોજાયો.
Advertisement