લીબડી તાલુકાના તમાંમ ગામેથી સરપંચો દ્રારા માટલીમાં માટી લાવવામાં આવી હતી અને આ માટી તાલુકા પંચાયત કચેરીને અર્પણ કરી હતી ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
નિલકંઠ વિદ્યાલયના બાળકોએ દેશભક્તિ ગીત ગાયન કર્યું હતું તેમજ આ કાર્યક્રમમાં હોમગાર્ડ પરેડ સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો તેમજ આવેલ મહેમાનોનુ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં લીબડી તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ કૃષ્ણનસિહ રાણા, તાલુકા વિકાસ અધિકારી નિકુંજકુમાર ધુડા, ખેગારસિહ બોરાણા, પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા, હરદેવસિંહ ઝાલા, સહિતના તમામ ગામના સરપંચો અને તાલુકા પંચાયત તમાંમ સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનુ સંચાલન જીવણભાઈ વાઘેલા દ્રારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત કચેરી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
લીંબડીમાં નિલકંઠ વિદ્યાલય ખાતે મેરા દેશ મેરી મિટ્ટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Advertisement