લીંબડી ખાતે ગામની વચ્ચે દોલતસર અને રાણી તળાવ આવેલ છે ત્યારે રાણી તળાવની ગંદકી સાફ કરવા તળાવના પાણીનો નિકાલ કરવામાં આવ્યો.
લીંબડીના પ્રજા પ્રેમી રાજવી પરિવારે લોક ઉપયોગ માટે રાણી તળાવનું નિર્માણ કર્યું હતું. રાજાશાહીના સમયથી હાલના સમય સુધી મહિલાઓને વસ્ત્રો ધોવા માટે તળાવનું પાણી ઉપયોગી બને છે. બુધવારે સાંજ સુધી પાણીથી છલોછલ ભરેલું તળાવ ગુરૂવારે સવારે પોણું ખાલી થઈ ગયેલું જોઈને કપડાં ધોવા આવેલી સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એક રાતમાં તળાવનું લાખો લીટર પાણી કેવી રીતે ઓસરી ગયું એને લઇ શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
Advertisement