લીંબડી રાજકોટ અમદાવાદ હાઈવે પર છેલ્લાં ત્રણેક વર્ષથી સિકશલેન હાઈવે બનાવવાની કામગીરી ચાલુ છે. તેને લઈને અનેક અકસ્માતો તેમજ ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા. છતાંય હાઈવેના કોન્ટ્રાક્ટરો દ્વારા ઘીલી ગતિ કામ ચલાવવામાં આવે છે.
જ્યારે લીંબડી રાજકોટ હાઈવે પર અવંતિકા હોટલ પાસે નીકળતી કેનાલના કારણે હાઈવે પર નાળુ બનાવાની કામગીરી છેલ્લાં છ એક માસથી ચાલુ છે. જેને કારણે તેની આસપાસના ખેતરોમાં અવાર-નવાર પાણી ભરાઈ જાય છે. જેને ખેડૂતોના પાકને નુકશાન પણ પહોંચ છે. છતાંય રોડના કોન્ટ્રાક્ટરો તેમજ એન્જીનીયરો તેમની મનમાની ચલાવી રહ્યા છે. તેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટ તેમજ અધિકારીઓ જાણ કરી નુકસાન થયેલા પાકા ના વળતર માટે માંગ કરી હતી.
જ્યારે ખેતર માલિક જીવણભાઈ વજુભાઈ સિંધવ એ જણાવ્યું હતું કે તેમનાં ખેતરની પાસે નાળુ બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલુ છે. જેને લઈને રોડના કોન્ટ્રાક્ટ દ્વારા કેનાલને બંધ કરી દેવામાં આવી હતી. કેનાલનુ પાણી તેમના ૨૦ વીધાના ખેતરમાં ફળી વળ્યું હતું. જેના કારણે તેમણે વાવેલા કપાસ તેમજ જારના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. જેથી તેમને રોડ બનાવનાર અધિકારીઓને જાણ કરી ખેતરમાં સર્વે કરીને તેમના પાકને થયેલા નુકસાનનુ વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જ્યારે આ બાબતે રોડના એન્જિનિયર રવિરાજસિંહ જાદવ સાથે તેમને બોલાચાલી થતાં રવિરાજસિંહ જાદવ એકદમ ઉશ્કેરાઈને જીવણભાઈને કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કરી લે તને કાઈ જ મળશે નહીં. તેમ કહીને તેમની ઉપર હુમલો કર્યો હતો. જ્યારે ત્યાં આસપાસમાં સ્થાનિક દ્વારા વચ્ચે પડીને જીવણભાઈને છોડાવ્યા હતા. અને રોડના કોન્ટ્રાક્ટ રવિરાજસિંહ જાદવ ત્યાંથી નાસી છુટયા હતા. જ્યારે આ બનાવ અંગે જીવણભાઈ એ રવિરાજસિંહ જાદવ વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.