હાલ જ્યારે મોરમ માસ ચાલી રહ્યો હોય ત્યારે લીબડીના અલગ અલગ બે વિસ્તાર જેમ કે સૈયદ મોલા તેમજ તળાવ મહોલ્લા વિસ્તારમાંથી તાજીયા નીકળ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા ત્યારે ક્યાંકને ક્યાંક હિંદુ મુસ્લિમ સમાજનું એક વાત કરીએ તો એકતા જોવા મળી હતી ત્યારે બીજી વાત કરીએ તો અલગ અલગ સ્થળો પર પાણી શરબત જ્યુસ વગેરે લોકોને આપવામાં આવી રહ્યું હતું ત્યારે આ સમયે મુસ્લિમ દ્વારા ઇમામ હુસૈન અને હસન સાહેબના યાદમાં તલવાર છરી સોય જેવા હથિયારોથી રમતો રમ્યા હતા.
જેમાં મોઢામાંથી સોય કાઢવી તલવાર છાતી ઉપર મારવી વગેરે દેખાડવામાં આવ્યુ હતું ત્યારે આ તાજીયા લીબડીના અલગ અલગ વિસ્તારના રસ્તા ઉપર નીકળ્યા હતા અને આજના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વાત કરીએ તો મુસ્લિમ બિરાદરો એ આ બાબતે ભારે જહેમત ઉઠાવી હતી જેમાં નામની વાત કરીએ તો હસન અને ઈમામ હુસેનની યાદમાં તળાવ મોહલ્લામાં તાજીયાનું જુલૂસ નીકળ્યું જેમાં લીંબડીનાં હિન્દુ – મુસ્લિમ લોકો એ ઇમામ હુસૈનની યાદમાં સામેલ થયા હતા. આ જુલૂસને સફળ બનાવવા નઝીર હુસૈન સોલંકી, ઇમરાન ભાઈ, સોહિલ ભાઈ, અકીલ, સેમીન ભાઈ, સિકંદર, નકીબ, મુસાભાઈ મુબારકભાઇ એ જહેમત ઉઠાવી હતી.
લીંબડી ખાતે મોહરમ નિમિત્તે બે વિસ્તારમાંથી તાજીયા જુલૂસ નીકળ્યું
Advertisement