સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ટ્રાફિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને ટ્રાફિકના નવા નિયમોનું પાલન અને કાયદાનું માર્ગદર્શન આપવા આવ્યું હતું.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 31 મો માર્ગ સલામતી સપ્તાહ ટ્રાફિક પોલીસ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે અગાવ બે દિવસ પહેલા ટ્રાફિક નિયમનું ભંગ કરનાર લોકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમો વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારે આજે પણ મોટા બેનરો સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અને ખાસ ટ્રાફિક પી.એસ.આઇ સોલંકી સાહેબ દ્વારા 31 મો ટ્રાફિક સલામતી સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરી
જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમો અને તેના પાલન અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને ખાસ જિલ્લાના ટ્રાફિક પોલીસ જવાનો વગેરે જોડાયા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.
Advertisement