Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ઉટડી રોડ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 9 લોકો ઈજાગ્રસ્ત

Share

પ્રાપ્ત થતી માહિતી મુજબ લીંબડી ઉટડી રોડ પર આવેલ રાણાદાદાની મેલડી માતાજીના મંદિર નજીક રીક્ષા, છકરડો રીક્ષા અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તમાં બાબુભાઈ કાયાભાઈ ચૌહાણ(ઉ.વર્ષ ૫૬ )રહે. ભોયકા હિરાભાઈ ગોવિંદભાઈ (ઉ.વર્ષ ૫૦) રહે. ભોયકા, નાનજીભાઈ મગનભાઈ (ઉ.વર્ષ ૪૦) રહે. ભોયકા, માયાબેન બાબુભાઈ (ઉ.વર્ષ ૪૫) રહે. ભોયકા, રતનબેન જેઠાભાઈ (ઉ.વર્ષ ૭૦) રહે. ભોયકા, ઉકાભાઈ માલાભાઈ (ઉ.વર્ષ ૪૦) રહે. ચોકી, હેતલબેન પુનાભાઈ (ઉ.વર્ષ ૫) રહે ભોયકા, ભાવેશભાઈ પુનાભાઈ (ઉ.વર્ષ ૭) રહે. ભોયકા, મનુબેન પેથાભાઈ (ઉ.વર્ષ ૪૫) રહે. ભોયકા મહિલાઓ સહિત ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે તમામ ઈજાગ્રસ્તને 108 દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ ગંભીર ઈજા‌ગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માત વધ્યાં હોય તેમ જણાય આવે છે અને લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

ProudOfGujarat

માંગરોળ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!