આ તાલુકાકક્ષા યુવા ઉત્સવ કાર્યક્રમમા માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રદિપસિંહ પઢેરીયા, અજીતસિંહ ખેર, વજુભાઈ પનાળીયા, કામગીરી કરી હતી તેમજ જેઓએ સંગીત-ગાયન અને સંગીત વાદન તેમજ ચિત્ર, સર્જનાત્મક, એકપાત્ર અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા 21 નિર્ણાયકો, 33 સ્પર્ધાઓ સાથે 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધામા એક થી ત્રણ નંબર આપવામાં આવ્યાં હતા ત્યારે આ કાર્યક્રમમાં સર.જે.હાઈસ્કુલના આચાર્ય મનુભાઈ જોગરાણાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
Advertisement