Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીની અવધપુરી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા રેસ્કયુ કરાયું

Share

લીંબડી અવધપુરી સોસાયટીમાં આવેલી દસ થી પંદર ફૂટ ઉડી ગટર લાઈનમા અવાર – નવાર અબોલ પશુઓ પડી જવાથી મૃત્યુ પામતાં હોય છે. છતાંય પાલિકા તંત્ર દ્વારા ખુલ્લી ગટરને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એક વાર અવધપુરી સોસાયટીમાં મેલડી માતાજીના મંદિર પાસે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. જ્યારે આ બનાવની જાણ ગાય માલિકને થતાં તેણે ગટરમા ઉતરીને ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢીને બચાવી લીધી હતી. અને એમણે જણાવ્યું હતું કે આ ખુલ્લી ગટરમાં આસપાસની સોસાયટીના રહીશો કચરો નાખે છે અને ગાય કચરો ખાવા માટે જાય છે. અને અંદર પડી જાય છે. જેથી કરીને તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને કચરો નાખવાની ના પાડવામાં આવે તો આ બનાવ ન બને તેમજ ખુલ્લી ગટરમાં નાના બાળકો પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. તો આ ગટર લાઈનને અમુક અંતરે બંધ કરી દેવામાં આવે તો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

દયાદરા-દેરોલ સાઇટ પર મધમાખીઓના ઝુંડ એ કર્મચારીઓ પર આક્રમણ કરતાં 7 ને ઇજા.

ProudOfGujarat

UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ જિલ્લા કલેક્ટર શાહની મુલાકાત લઇ રાજપીપલાના સ્મશાન ગૃહની રિનોવેટ થઇ રહેલી કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલા મોટા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માં ખુશી વ્યાપી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!