સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ખાતે ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં બંને જૂથ વચ્ચે મારામારી થઈ જતા મામલો ઉશ્કેરાયો હતો. અલગ અલગ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી ગયા હતા અને શસ્ત્ર લડાઈમાં ત્રણથી ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ ઘટના સામે આવી હતી. જેમાંથી ઇજાગ્રસ્ત બે સગા ભાઈઓના સારવાર દરમિયાન મોત થતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાંની ઘટનામાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે પૈકી બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયાની ઘટના સામે આવી છે. જમીન ખેડવા મામલામાં બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે આવી ગયા હતા. તલવાર અને ધાર્યા જેવા હથિયારો સાથે શાસ્ત્ર લડાઈમાં બે જૂથના લોકો બાખડી પડતાં મામલો હિંસાત્મક બન્યો હતો. હાલ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હત્યાના ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામે જૂથ અથડામણ ડબલ મર્ડરની ઘટનામાં બે સગાભાઈ મનોજ પરમાર અને લાલજી પરમારની હત્યા થતાં સમગ્ર પંથકમાં પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આરોપીઓમાં પિતા પુત્ર અને ભાઈઓ સામે પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી મૃતકના પરિવારજનો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકઠા થયા જતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ ગામમાં પણ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.