Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું

Share

લીંબડી હાઇવે અકસ્માત ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે રોજે નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાય છે ત્યારે વધુ એક અકસ્માત આજે સવારે લીબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ભલગામડા ગામના વિક્રમસિંહ ટપુભા ઝાલા જેઓ બાઈક લઈને પોતાના ખેતર તરફ જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ ડંમ્પરે જેઓને અડફેટે લીધા હતા ત્યારે વિક્રમસિંહનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ત્યારે ડેડબોડીને લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાના વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષી આકર્ષણનું કેન્દ્ર બન્યા.

ProudOfGujarat

ચેઇન સ્નેચીંગ ગુનામાં બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!