જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અને સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા આયોજિત G20 થીમ અને નાણાંકીય સાક્ષરતા અંતર્ગત તા.૨૮/૦૬/૨૦૨૩ ના સવારે ૧૦.૦૦ કલાકે બી.આર.સી. ભવન, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષા RBI કવીઝ સ્પર્ધા યોજાયેલ હતી.
આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ યોજાયેલ RBI કવીઝ અંતર્ગત પ્રથમ વિજેતા થયેલ ૧૦ તાલુકાની ૧૦ ટીમોએ ભાગ લીધેલ હતો. સૌપ્રથમ સવારે ૧૦.૩૦ થી ૧૧.૦૦ કલાક દરમ્યાન સ્પર્ધાના નિયમોનુસાર ઓરલ ઓન સ્ટેજ સ્પર્ધા માટે ૬ ટીમોની પસંદગી માટે એલિમિનેશન લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ ૬ ટીમોની પસંદગી કરી જિલ્લા કક્ષાની ઓરલ ઓન સ્ટેજ RBI કવીઝ સ્પર્ધા સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ કલાક દરમ્યાન યોજવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની RBI કવીઝ સ્પર્ધામાં વેળાવદર સરકારી માધ્યમિક શાળા – વઢવાણની ટીમે પ્રથમ નંબર, નાવા મોડેલ સ્કૂલ – ચોટીલાએ દ્વિતીય નંબર અને ભલગામડા સરકારી માધ્યમિક શાળા- લીંબડીએ તૃતીય નંબર મેળવ્યો હતો.
RBI દ્વારા વિજેતા ટીમોને સ્પર્ધા સ્થળે શીલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ઉપરાંત RBI તરફથી પ્રથમ નંબર મેળવનાર ટીમને રૂ.૧૦,૦૦૦ દ્વિતિય નંબર મેળવનાર ટીમને રૂ.૭,૫૦૦ અને તૃતીય નંબર મેળવનાર ટીમને રૂ.૫૦૦૦નું ઇનામ તેઓના બેંક ખાતામાં આપવામાં આવશે.
આ પ્રસંગે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અમદાવાદ શાખાના આસીસ્ટન્ટ મેનેજ રવિન્દ્ર કરાલે, લીડ બેંક સુરેન્દ્રનગરના મેનેજર શર્માજી, અજીતસિંહ ગોહિલ અને નાબાર્ડના પ્રતિનિધિ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, સમગ્ર શિક્ષાના ટીચર્સ ટ્રેનીંગ ઓફિસરશ દિનેશભાઇ સોલંકી, ડાયેટના લેકચરર રાજેનભાઇ પિતલીયા, વઢવાણ તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટ એન.સી.બદ્રેશિયા, સી.આર.સી. રણજીતસિંહ રાઠોડ અને બી.આર.પી. નરોત્તમભાઇ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીમાં જણાવ્યું છે.