Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

Share

લીંબડી રાજકોટ – અમદાવાદ હાઈવે છેલ્લા ઘણા સમયથી સીકસલાઈન હાઈવેનુ કામ ગોકળગાયની ગતિએ ચાલતુ હોવાથી અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છતાંય તંત્ર હાઈવેની કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. જેને કારણે ઘણા બધા પરીવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે લીબડી રાજકોટ હાઈવે પર બોડીયા ગામના બ્રીજ પર પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.

બલદાણા ગામે રહેતાં ધર્મરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા લીંબડી ગેરેજમાંથી કામ પતાવીને ધરે પરત ફરી રહ્યા હતાં તે સમયે લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયા ગામના બ્રીજ પર ટ્રક પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં ધર્મરાજસિંહને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી પ્રતીકભાઈ રામી તથાં પાઇલોટી હરીશચંદ્રસિંહ રાણા દ્વારા લીબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાં હાજર તબીબીએ ધર્મરાજસિંહ મૃત જાહેર કર્યા કરતાં પરીવારજનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆર ના હેડ તરીકે નિયુક્ત કર્યા.

ProudOfGujarat

રોટરી કલબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા ગરીબ દીકરીઓ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ ની આજુબાજુ શેરડી કાપતા મજૂરો ને ફૂડ પેકેટ નુ વિતરણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!