ગુજરાત રાજ્યમાં ખેડૂતો જે જગતનો તાત કહેવાય છે ત્યારે દિવસે ને દિવસે આ જગત ના તાતની હાલત વધુને વધુ કફોડી બનતી જાય છે. તેમજ સળગતા પ્રશ્નો પેચીદો બનતો જાય છે અને સરકાર દ્વારા ખેડૂતોને કોઈ પાક વીમા, ફસલ વીમા યોજના, તેમજ અન્ય કોઈ વળતર ચુકવવામાં નથી આવતા, પશુપાલકોને તેમજ ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તેવી માંગણી સાથે તે માટે આજે લીંબડીના કિસાન ક્રાંતિ મોરચાના ખેડૂતોને ન્યાય કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર સાથે રહીને પ્રશ્નોનો હલ કરવામાં આવે અને તેમના પ્રશ્નોનો જલ્દીથી નિવારણ લાવે તે માટે આ મીટીંગ કરેલી હતી. જ્યારે આજે આ મીટિંગમાં કિસાન ક્રાંતિ મોરચાના પ્રમુખ શ્રી ભરતસિંહ ઝાલા તથા શાસન વ્યવસ્થા પરિવર્તનના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, પરસોત્તમભાઈ પટેલ, તેમજ લીંબડી તાલુકા તથા ચુડા તાલુકાના આશરે ૮૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement