Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી વોર્ડ નં. ૭ માં ૧૫ લાખથી વધુના ખર્ચે બનાવેલ સીસી રોડમાં ભ્રષ્ટાચાર બાબતે લોકોમાં રોષ

Share

લીંબડી છાલીયાપરા વિસ્તારમાં વોર્ડ નં. ૭ માં આવેલ મોટા મંદિર રોડ જે અંદાજે એકાદ વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા રૂપિયા ૧૫ લાખથી વધુના ખર્ચે બનાવામાં આવ્યો. તે સમયે અમુક લોકો દ્વારા રાવ ઉઠી હતી કે સીસી રોડનું કામ બરોબર થતુ નથી અને મટીરીયલ જે પ્રમાણમાં વાપરવાનું હોય તે પ્રમાણે નથી વપરાતું આમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. છતાંય પાલિકા કોઈ નું સાંભળ્યા વિના રોડ બનાવી નાખ્યો હતો. તે દરમિયાન વીસેક દિવસ બાદ તે સીસી રોડ પર સિમેન્ટના પોપડા ઉખડવાની રાવ ઉઠી હતી. ત્યારે પાલિકા એ તે સીસી રોડ ને બીજી વાર બનાવવામાં આવ્યો હતો. અને તે સીસી રોડ નું ઉદઘાટન પણ પાલીકા પ્રમુખ બેલાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જે રોડ ને હાલ એકાદ વર્ષ થયું ત્યા તે રોડ ને પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. હજુ હમણાં નવો રોડ બન્યો હતો તેમ છતાં પણ તોડી નાખવામાં કેમ આમજ રૂપિયા ૧૫ લાખનું પાણી કરી નાખવામાં આવ્યુ. ખાલીખોટા પ્રજાના પૈસા વેડફાતાં રહેશે. આ બાબતે લીંબડી નગરપાલિકા એન્જીનીયર ભાવેશભાઈ સાથે વાત કરીને જાણ્યું હતું તેમણે જણાવ્યું હતું કે તે સીસી રોડ ખરાબ મટીરીયલ વાપરવાનાં કારણે ટુટી ગયો હતો. એટલા માટે તેને તોડીને હાલ માન્ય ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૦ દસ લાખનાં ખર્ચે પેવર બ્લોક નાખીને નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે લોકો માં વધુ ચર્ચા એ જોર પકડયું છે કે જો એક વર્ષ પહેલા રૂપિયા ૧૫ લાખથી વધુના ખર્ચે બનાવેલ સીસી રોડ ટુટી જતો હોય તો શું આ પેવર બ્લોક કેટલા સમય સુધી ટકી રહેશે. જો એ પણ થોડા દિવસો પછી ટુટી જશે તો કેટલા રૂપિયાનો વેડફાટ થશે. જ્યારે હાલ ભાજપના કાર્યકરો સમગ્ર ગુજરાતના જીલ્લાંઓ, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન ના નવ વર્ષનાં વિકાસના કામો અંગે ઘેર ઘેર ફરીને પ્રચાર કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

શું તંત્ર અજાણ..? : અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યા યથાવત : દુકાનદારો અને લારી ગલ્લાવાળા દ્વારા ગેરકાયદેસર દબાણના લીધે ચક્કાજામ હોવાની લોકચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!