સરકાર દ્વારા લોકોને 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે મુકવામાં આવી છે જેથી કોઈ દર્દી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચી શકે અને હોસ્પિટલની સારવાર લઈ શકે ત્યારે મળતી માહિતી મુજબ ચુડા તાલુકાની 108 જે 24 કલાક ચાલતી હતી તે 12 કલાક જ કરવામાં આવી છે અને રાત્રેના સમયે 108 બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોમા આ એક ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે લોકોને મોટાભાગે રાત્રિના સમયે જ 108 જરૂર પડતી હોય છે તેમજ આ 12 કલાકનો સમય કરવાથી અંતરીયાળ વિસ્તારોમાં લોકોને આ બાબતથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે જો 108 એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કરવામાં આવે તો લોકોને રાત્રીના સમયે ઈમરજન્સી સેવા પુરી પડી રહે.
Advertisement