Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે આવેલ શાળા નંબર 6 માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Share

હાલ જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનુ નવું શત્ર શરૂ જવા જઈ રહ્યું છે ત્યારે લીબડી ખાતે આવેલ શાળા નંબર 6 માં નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જોડેજોડે જ્ઞાનકુજ કમ્પ્યુટર લેબનુ ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું તેમજ શાળામા પહેલા ધોરણમાં અને નવી નીતિ મુજબ પાંચ વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં સીઆરસી દેવરાજભાઈ સિંધવ, હેલ્થમાથી ડોક્ટર બેલાણી, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલ, આઈસીડીએસ સુપર વાઈઝર સહિત બાળકોના વાલીઓ અને મોટીસંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બાળકના આરોગ્યની તપાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિન્કીભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

ProudOfGujarat

હવે લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિઓની હાજરીને અપાઈ છૂટ ? કેવી રીતે ?…જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં આવેલ અસંખ્ય પત્થરની લીઝોમાં નિયમો જળવાય છે ખરા?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!