લીંબડી અને ચુડા તાલુકાના મુસાફરોને તેમજ નોકરીયાત વર્ગોને લીંબડીથી ચુડા અને ચુડાથી અમદાવાદ તેમજ લીંબડીથી સુરેન્દ્રનગરથી હળવદ જવા આવવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. જેને લઈને લીબડી અને ચુડા તાલુકાના મુસાફરો દ્વારા લીબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે મુસાફરોની રજૂઆતને લઈને ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ તેમના થકી ગુજરાત સરકારને ધ્યાન દોરતાં ગુજરાત સરકાર દ્વારા લીંબડી એસ.ટી ડેપોને કુલ ત્રણ અત્યાધુનિક મેટ્રોલીંક મીની બસો ફાળવવામાં આવી હતી. જેમાં થોડા સમય પહેલાં લીંબડી એસ.ટી ડેપોને એક બસની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે લીબડી એસ.ટી ડેપોમાં એક મેટ્રોલીંક મીની બસ આપવામાં આવતાં મુસાફરોમાં આનંદ છવાયો હતો.
આ મેટ્રોલીક મીનીબસ જે લીંબડી – સુરેન્દ્રનગર – લીંબડીનો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને લઈને મુસાફરોને સુરેન્દ્રનગર જવા આવવા માટે દર અડધા કલાકે આવક જાવકમાં બસ મળી રહેતી હતી. જેનુ લોકાર્પણ લીંબડી ચુડા અને સાયલા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના વરદ હસ્તે થોડા સમય પહેલાં મેટ્રોલીંક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે બીજી મેટ્રોલીંક મીની બસનુ લીંબડી – ચુડા – અમદાવાદ રૂટ તેમજ લીંબડી – હળવદ રૂટની મેટ્રોલીક મીની બસનુ એસ.ટી ડેપોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારે જેને લઈને મુસાફરો માં આનંદ છવાયો હતો. આ કાર્યક્રમમાં મદનસિંહ જાડેજા, લલીતભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર