Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના પાણશીણા ગામે ચિમનભાઈ ચકુભાઈ હાઈસ્કૂલનુ ખાતમુહૂર્ત કરાયું

Share

લીંબડી તાલુકાના પાણશિણાખાતે ચિમનભાઇ ચકુભાઇ હાઇસ્કૂલ ઘણા સમયથી જર્જરીત હાલત થઈ ગઈ હતી. આ શાળાના નવનિર્માણ માટે લીંબડી કેળવણી મંડળ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા ખાત મુહૂર્ત વિધી યોજાઇ હતી. પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવા આવ્યું હતું. આ પ્રસંગે કિરિટસિંહ રાણા એ જણાવ્યું હતું કે વિદ્યામંદિર નિર્માણ માટે આપેલું દાન જીવનને સફ્ળ બનાવે છે. આ પ્રસંગે ગૌણ સેવા પસંદગી સમિતિના પુર્વ ચેરમેન પ્રકાશભાઇ સોની, ગુજરાત રાજ્ય હાથશાળ નિગમના પુર્વ ચેરમેન શંકર દલવાડી, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લાલજીભાઈ મેર, લીંબડી શહેર ભાજપ પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ઊછાલી પાસે હનુમાનજી મંદિરના પૂજારી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

चंद्र ग्रहण 2018: राहु-केतु मानते हैं चंद्रमा और सूर्य देव को शत्रु, जानें कैसे लगता है ग्रहण

ProudOfGujarat

નડિયાદમાં રાષ્ટ્રીય સંયુકત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!