સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં દરેક તહેવારોને ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને તે જ રીતે આજના રોજ એટલે કે શીતળા સાતમના દિવસે ખુબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે કારણ કે આજના દિવસને તાઢી સાતમ કહેવામાં આવે છે અને આજે લીંબડીમાં તવંગર હોય કે ગરીબ તે પોતાના ગઇકાલનું ઠંડુ રાઘેલું ખાતા હોય છે. લીંબડીથી આશરે ૨ કિલોમીટર અંતરે શીતળા માતાજીનું મંદિર આવેલું છે જયા લીંબડી તાલુકાના તથા આજુબાજુના ગામડાઓના લોકો પગપાળા શ્રધ્ધાથી ચાલીને આવતા હોય છે અને પોતાની માનતા(બાધા) જે માતાજી પાસે લીધેલ હોય છે તે પુરી કરતા હોય છે. આ મેળામાં આવીને નાના નાના ભુલકાઓથી લઇને વૃધ્ધો પણ આ મેળાનો લ્હાવો લેતા હોય છે. અહિયા નાના બાળકો માટે ચકડોળ, હોડી, જુલા વગેરે મનોરંજન માટે મુકવામાં આવેલ છે. અહિયા માણસો આવીને લારીના સ્ટોલ ઉપરથી અલગ અલગ વાનગીનો સ્વાદ માણી મનને પ્રફુલીત કરતા જોવા મળે છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીનાં છાલીયા તળાવ ખાતે શીતળા માતાજીના મંદિર ખાતે મેળો યોજાયો
Advertisement