Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સબ જેલમાં કેદી એ પોલીસ કર્મી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત

Share

લીબડી સબ જેલમાં માંસાહારી પદાર્થ નહીં લઈ જવાનુ હોવાથી ફરજ પરના પોલીસ કર્મી ટીફીન લઈ જવાની ના પાડતાં જે વાતનુ મનદુઃખ રાખીને કેદીએ પોલીસ કર્મી ઉપર ઢીકાપાટુ વડે હુમલો કરી માર મારીને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

લીંબડી સબ જેલમાં ગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ભવાનભાઈ સોલંકી એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેઓ સબ જેલમાં ફરજ પર હતાં. તે સમયે સબ જેલમાં નો કેદી દિલાવરભાઈ ધીરૂભાઈ દેવી પુજક રહે. ખાડીયા વાળાના કોઈ સગા સંબંધી તેમની માટે ટીફીન લઇને આવ્યા હતા. ત્યારે મામલતદારના આદેશ મુજબ આ ટીફીનની ચકાસણી કરતાં તેમાં માંસાહારી વાનગી જેવા પદાર્થ હોવાથી દિલાવરને ટીફીન જમવા માટે આપ્યું નહોતું. તે વાતનુ મનદુઃખ રાખીને દિલાવરે ઉશ્કેરાઈને ગાળો બોલીને પોલીસ કર્મી વિનોદભાઈ પર ઢીકાપાટુ વડે માર મારીને ઈજાઓ પહોચાડી હતી. તેમજ સબ જેલમાં અન્ય પોલીસ કર્મી છુટા પડાવા જતાં તેમને પણ જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પોલીસે આ બનાવ અંગે દિલાવર વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરાનાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરે પિતાની પુણ્યતિથીની ઉજવણી કરી ગરીબ બાળકોને પુસ્તકોની ભેટ આપી.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનો વહીવટ તા.1-10-2020 થી રૂદ્રાક્ષ એકેડમી પ્રા.લિ. વડોદરાને સોંપવામાં આવશે.

ProudOfGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!