Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરના પાટડીમાં મજૂરો ભરીને જતાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત

Share

સુરેન્દ્રનગરના પાટડી પાસે મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ના મોત નિપજ્યાં છે. જ્યારે 15 લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટડી પાસેના માલવણ હાઈવે પાસે મજૂરો ખેતરમાં મજૂરી માટે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યાં હતાં. આ સમયે સામેથી પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ ઘટનામાં 15થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતા બજાણા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Advertisement

Share

Related posts

રાજપારડીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના ધંધા ૩૧ મી તારીખ સુધી બંધ રખાશે.

ProudOfGujarat

નર્મદા નદીના કિનારે ધરતી પુત્રો ખેડૂતો બેહાલ.જમીનમાં પાણી આપતા મીઠું છાંટ્યો હોવાનો એહસાસ.જાણો સળગતી સમસ્યા…

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!