Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં પરિવારનાં 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

Share

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં એક જ પરિવારનાં 3 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. જેમા આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોચી હતી. દુધરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી પહોચી હતી જેથી કેનાલમાથી ત્રણેય સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હજુ આત્મહત્યાનુ કારણ જાણી શકાયુ નથી. પોલીસે હાલમાં તેમના આડોશી પાડોશીઓની પુછપરછ કરી છે. તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સૂરત રેન્જ આઈજીની ફરજ માનવતાવાદી સાથે કર્તવ્યનિષ્ઠ

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વૈશાલી પટેલે પ્રથમ ક્ર્મ હાંસિલ કર્યો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોક ડાઉનનાં સમય દરમિયાન સર્વ કામગીરી હાથ ધરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!