Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર નાળામાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.

Share

લીબડી અમદાવાદ હાઈવે ગોજારો હાઇવે બન્યો હોય એવું લાગે રહ્યું છે ત્યારે રોજના એક અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મોડી રાત્રે ઈનોવા કારનો અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ રાજકોટના જીગ્નેશભાઈ લક્ષ્મણભાઈ મૈયડ અને વિમલભાઈ રમેશભાઈ પરમાર જેઓ અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે રળોલના પાટિયા નજીક પાણી ભરેલ નાળાની અંદર ઇનોવા કારના ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર આ પાણી ભરેલ નાળામાં ખાબકી હતી, જેમાં ઘટના સ્થળ ઉપર વિમલભાઈ રમેશભાઈનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું અને જીગ્નેશભાઈને ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થ 108 માં લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને આ બાબતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે હાલ લીબડી નેશનલ હાઈવે અકસ્માતનો ઝોન બની બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઈન્ટરનેટનો સદ ઉપયોગ કેવી રીતે કરવો એ નર્મદાના આ આદિવાસી યુવાન પાસેથી શીખવા જેવો છે.વાંચો એહવાલ…

ProudOfGujarat

લીંબડી શહેરમાં કોરોના મહામારી વચ્ચે સેવાકિય પ્રવૃત્તિઓ કરતાં ઘણાં બધાં ગૃપ સામે આવ્યા હતાં ત્યારે લીંબડી જય ભીમ સેવા ગૃપ દ્વારા પણ સારી એવી સેવા લીંબડીમા પુરી પાડવામાં આવી હતી જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચ: દહેજ માર્ગ પર કાસવા નજીક 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!