Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતથી આગ લાગતાં બંને ચાલકના મોત.

Share

લીંબડી હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે મોડી રાત્રે દેવપરા અને જનશાળી વચ્ચે બે ટ્રક અથડાતાં બન્ને ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી ત્યારે હાલ મળતી માહિતી મુજબ આ આગની લપેટમાં બે વ્યક્તિઓ પણ બળીને ખાખ બન્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ બન્ને વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રકમાં લાગેલી આગને કારણે બંને ટ્રકના ચાલકોનું ટ્રકમાં જ સળગી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. બનાવની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ભારે જહેમત બાદ ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

બનાવ અંગેની જાણ પોલીસ સ્ટાફને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇ એક ટ્રકમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી બંને ટ્રક ભડભડ સળગી ઉઠ્યા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનામાં હજી મોતનો આંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટના મામલે લીંબડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વડોદરાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પાનોલી સ્થિત હાયકલ કંપનીને બ્રાઝિલિયન જીએમપી અને યુએસએફડીએ ઈઆઈઆર સર્ટિફિકેશન મળ્યા

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં દલિત યુવક સાથે મારામારી બાદ યુવકનું સારવાર બાદ મોત થતા પરિવારજનોનો હોસ્પિટલ ખાતે હંગામો, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!