લીંબડી કેળવણી મંડળ સંચાલિત સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અધ્યયન કેન્દ્ર દ્વારા સંકલન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો એસ.જી.પુરોહિ એ જણાવ્યું હતું કે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું તે સમય દરમિયાન પાકિસ્તાન ભારતથી અલગ થયું હતું.
ત્યારબાદ તુરંત ભારતનાં જમ્મુ કાશ્મીર પર કબજો કરવા માટે પાકિસ્તાને કબાલીઓની સાથે મળીને જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો હતો. આ સમયે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના એક મોટા ભાગ પર કબ્જો કરી લીધો. અને ભારતીય સેનાએ કબજેદારોને ખદંડયા અને સંયુક્ત રાષ્ટ્રનો હસ્તક્ષેપ થયો હતો. જેથી કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના કબજામાં ચાલ્યો ગયો તેમાં ગીલગીટ બાલતીસ્તન સ્કદું બાગ, મુજફકરાબાદ, રાવલકોટ, ભિંબર અને ચકોટીનો વિસ્તાર સામેલ છે. પાકિસ્તાને ત્યાંરબાદ કારાકોરમ અને અકસાઈ ચીનનો એક વિસ્તાર ચીનને સોપી દીધો હતો.
આ બાબતને ધ્યાનમાં લઈને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર ઝુંબેશ પુરા જમ્મુ કાશ્મીર હમારા હૈ ઉસકો હમ લે કે રહેગેંના સુત્રોચ્ચાર કર્યા હતા. અને સાથે સાથે આ વિષય પર નિબંધ લેખન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર