લીબડી નગરપાલિકા પાસે આવેલ તળાવની અલંગમાં છકડો ખાબકતા લોકોના ટોળેટોળા જામ્યા હતા ત્યારે કયાકને ક્યાંક કુતૂહલ પણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ છકડા માલિકે છકરડો અલંગ પાસે પાર્ક કરી અને જમવા ગયા હતા ત્યારે એકાએક છકડો તળાવની અલંગમાં ખાબક્યો હતો. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી ત્યારે આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા અને છકડો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કલાકોની મહેનત બાદ છકડાને બહાર કાઢવામાં આવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement