લીંબડીમાં મહોત્સવના ત્રીજા દિવસેની સાંજે શ્રી બાહુજીન સ્વામી જીનાલય મધ્યેએ અદભુત મહાપૂજા કરવામાં આવી હતી તેમજ ઓરીજનલ ફૂલ તેમજ ૧૦૦૮ દિવાથી ઝગમગતું દેરાસર કરવામાં આવ્યું હતું, સાથોસાથ અવનવી રંગોની રંગોળી પુરી દેરાસરને સુશોભિત કરવામાં આવ્યું હતું અને પ્રભુને ભવ્ય આંગી સપ્ત સુર સંગીત સાથે ભક્તિભાવથી શ્રી કુમારપાળ મહારાજાની ભવ્ય આરતી કરાઈ હતી અને સાધુ – સાધ્વીજી ભગવંત સાથે વાજતે ગાજતે દ્વારનુ ઉદઘાટન કરાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી સમસ્ત જૈન સમાજના આગેવાનો, બાળકો અને મહિલાઓ હાજર રહ્યા હતા અને મહા આરતીનો લાભ લીધો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement