લીંબડી શહેરના વોર્ડ નં.6 માં વૃંદાવન સોસાયટીમાં થોડા દિવસ પહેલાં પાણીની નવી પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ખોદકામ કર્યા પછી ખોદેલા ખાડા પુરવાનું કામ અધુરું છોડીને મજૂરો ચાલ્યાવ ગયા હતાં ત્યારે રહીશોને રસ્તામાં ચાલવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં જૂની લાઈનમાં પાણી આવતું જ હતું છતાં નવી પાણીની લાઈન નંખાઈ રહી છે. લોકો મહેનત કરી પૈસા કમાઈ વેરા ભરે છે તેનો તંત્ર અણઘડ વહિવટ કરી પૈસાનો વેડફાટ કરે છે. નવી લાઈનમાંથી પાણીનું જોડાણ લેવા માટે ઘર દીઠ રૂ.3,000 આપવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જો પૈસા નહીં આપે તો ખોદેલા ખાડા નહીં પુરાઈ તેવી માર્મિક ધમકી આપી છે. જેઓ આક્ષેપ કરવામાં આવ્યાં હતાં તેમજ વધુમાં રહિશોએ જણાવ્યું હતું કે ખોદેલા ખાડાથી કોઈ અણબનાવ બનશે તો તેની જવાબદારી કોની રહેશે? ત્યારે આ લીંબડીની વૃંદાવન સોસાયટીમાં ખાડા નહીં પુરાતાં રહીશોમાં રોષ ભભુકી ઉઠયો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર