સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે તેને સુરેન્દ્રનગરનો આ હાઇવે વાહન ચાલકો માટે જોખમ રૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કટારીયા ગામના પાટીયા નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે.
ખાનગી બસ પલટી ખાઈ જતા 20 પેસેન્જરને ગંભીર ઇજાઓ પહોંચી છે. વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક આવેલા કટારીયા ગામના પાટીયા નજીક ડ્રાઇવરે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ છે. બસમાં સવાર 20 પેસેન્જરને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર શરૂ કરાવવામાં આવી છે
પ્રાથમિક તપાસમાં વાપીથી ઉપલેટા બસ જતી હતી અને તેમાં અંદાજિત 40 થી વધુ પેસેન્જર ભરેલા હતા ત્યારે અચાનક ડ્રાઇવરને કટારીયા ગામના પાટીયા નજીક જોખુ આવી જતા બસ પલટી ખાઈ ગઈ છે અને બાજુની ખાડીમાં ખાબાકી હતી જોકે આ મામલે કોઈ મોટી જાનહાની થવા પામી નથી. 20 પેસેન્જરને ઈજા પહોંચી હોવાના પગલે સારવાર માટે લીબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અન્યત્ર પેસેન્જરની જે ગંભીર હાલતવાળા હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે ત્યારે ઘટનાની જાણ થતા લીબડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે તપાસનો દોર યથાવત કરવામાં આવ્યો છે.