લીંબડીના દરેક વિસ્તારમાં તેમજ જાહેર રસ્તાઓ પર દંબગાઈ કરીને દબાણો કરવામાં આવેલ છે તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તળાવ ફરતે લુખ્ખી દાદાગીરી કરીને દબાણો કરવામાં આવેલ છે ત્યારે આજે સફાળું નગરપાલિકા જાગતા જે સોજાપોસા દબાણકારો છે તેવોનું દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે રાજકીય સત્તાધિશો, અસામાજિક તત્વો, દબંગાઈ કરતાઓનુ દબાણ ક્યારે દૂર થશે આવા સવાલો લીંબડી તળાવ ફરતે ફરી રહ્યા છે.
લીંબડીમા વગર મંજૂરીથી કરેલ બાંધકામ પણ અડીખમ જોવા મળી રહ્યું છે પણ સફાળા તંત્ર આ બાબતે આંખ આડા કાન અથવા ધાક ધમકીથી ડરતા હોય તેવું લોક ચર્ચામા ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે લીંબડી નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ સાથે વાત કરતાં વાતને અલ્લે ટલ્લે ચઢાવી હતી એવું લાગ્યું હતું કે આ બાબતે ચીફ ઓફિસરથી લઈને અન્ય લોકોની મીલીભગત હોય તેમ પણ લોકો કહી રહ્યા હતા. શું લીંબડીના અન્ય દબાણો દુર થશે ખરાં, તો ક્યારે, કેટલા સમયે આવા અનેકો સવાલ પાલીકા સામે ચઢ્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર