મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના લક્ષમીસર ગામે પાણીનું પંપીંગ સ્ટેશન આવેલું છે અને આ લક્ષ્મીસરથી પુરા લીંબડીને પાણી પહોંચતું કરવામાં આવે છે ત્યારે આ લક્ષ્મીસરથી આવતી મેઈન લાઈનમાં ભંગાણ થતાં રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમજ પાણીનુ પ્રેસર બંધ થતાં અંલગનુ ગંદુ પાણી જે ગટરના પાણી કરતાં પણ વધુ દુષિત પાણી છે તે પાણી આજ પાણીની લાઈનમાં પરત જાય છે ત્યારે લીંબડીની પ્રજા આ પાણી પીવે છે તેમજ આ વિસ્તારમાં રહેતા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બે વર્ષથી પાણીની લાઈન તુટી ગયેલ છે તેમજ એવું પણ જણાવ્યું હતું કે ટોયલેટના કનેક્શન લોકો દ્વારા ડાયરેક્ટ આ અંલગમા નાખવામાં આવેલ છે અને આ સંપૂર્ણ ગંદકી ભર્યું પાણી પીવાની પાણીની લાઈનમાં જાય છે એટલે એક મોટો આરોગ્યલક્ષી પ્રશ્નને પાલીકા નજર અંદાજ કરી રહી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે તેમજ લીંબડીના પાણીની લાઈન રીપેરીંગમા લાખ્ખોના ખર્ચે કોન્ટ્રાક્ટ આપેલ છે તો પ્રશ્ન એ બંને છે કે તો બે બે વર્ષ સુધી આ લાઈન કેમ રીપેર ના કરવામાં આવી તેમજ ખબર છતાં ગંદકી ભર્યું પાણી લોકો સુધી કેમ પહોંચાડાય છે તેમજ આવતા પાણીનો હજારો લીટર પાણીનો રોજે વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ લોકોને પીવાનું પાણી પુરતું મળતું નથી ત્યારે મળમુત્રવાળું પાણી આ મેઈન લાઈનમાં પરત જાય છે અને લીંબડીની પ્રજાને ગંદકીના બોનસ સાથે આ પાણી મળે છે ત્યારે સ્પષ્ટ પણે ચિત્ર દેખાય છે અંધેરી નગરી ગંડુ રાજા જેવી લીંબડી નગરી બની.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર