છેલ્લા 5 થી 6 દિવસની નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળથી લીંબડી ગંદકીનું સામ્રાજય છવાઇ ગયું હતું ઠેરઠેર કચરાના ઢગલા છવાયા હતા ત્યારે લીંબડી પાલીકા સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી ગયા હતા ત્યારે પાલીકા દ્વારા કામદારોને સમજાવ્યા હતાં પણ કામદારો એક ના મેક ન થતાં અને લીંબડીની બજારોમા દુર્ગંધ મારતા કચરાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. ત્યારે આજરોજ પાલીકા ઉપપ્રમુખ જાદવભાઈ મકવાણા દ્રારા કામદારોને સમજાવ્યા હતા અને જે તેઓની માંગણીઓ છે તે પુરી કરવામાંની બાંહેધરી લીધી હતી જેમાં આ માસમાં ત્રણ પગાર કરી આપવામાં આવશે, તેમજ જે પગારમા 125 ઓછા આપવામાં આવતા હતાં તેમાં પુર્ણ કરી 300 રૂપિયા પ્રતિ એક દિવસનો કરી આપવા જાદવભાઈ મકવાણાએ કામદારોને કમીટમેન્ટ આપતા પાલીકા સફાઈ કામદારો ખુશી ખુશી પોતાની હડતાળ પાછી ખેંચી હતી ત્યારે આ સમયે પાલીકાના સફાઈ કામદારોએ ઉપપ્રમુખ જાદવભાઈ મકવાણાનો આભાર માન્યો હતો અને આજથી જ સફાઈના કામ પર જવા સફાઈ કામદારોએ બાંહેધરી આપી હતી ત્યારે આવી રીતે સફાઈ કામદારોની માંગણીઓનો સુખદ અંત આવ્યો હતો અને લીંબડીના ધાર્મિક સ્થળ રાણાદાદાની મેલડીનો જય જયકાર કર્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર