સુરેન્દ્રનગરના વડધ્રાની સીમમાં રહેણાંક મકાનમાંથી પોશ ડોડાનો 14 કિલો 200 ગ્રામ જથ્થો ઝડપાયો હતો. સુરેન્દ્રનગર એસઓજી ટીમે પોશ ડોડાનો જથ્થો કિ. રૂા.42,600નો તથા બે મોબાઈલ કિ.રૂા.5500 મળી કુલ રૂપિયા 48,100ના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર એસઓજીના પો.ઈન્સ. વી.વી. ત્રિવેદીને ખાનગીરાહે હકીકત મળી હતી કે, વડધ્રા ગામની સીમમાં વેકરા તરીકે ઓળખાતી સીમમાં રહેતા રામાભાઈ ભોજાભાઈ સાપરા નામના ઈસમે બહારથી પોશ ડોડાનો જથ્થો મંગાવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રાખેલો છે. તેવી ચોકકસ બાતમી મળતા એસઓજીના એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા તથા એએસઆઈ મગનભાઈ રાઠોડ તથા એએસઆઈ યોગેન્દ્રસિંહ તથા એએસઆઈ પ્રવિણભાઈ તથા ડ્રા.હે.કોન્સ. પરષોતમભાઈ નાકીયાઓ સાથે તથા બે સરકારી પંચો સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા આરોપી રામાભાઈ ભોજાભાઈ સાપરા (ત.કોળી) ઉ.વ.47, ધંધો ખેતી, રહે. વડધ્રા ગામની સીમમાં વેકરા તરીકે ઓળખાતી સીમમાં તા.મુળી જી. સુરેન્દ્રનગર વાળાના કબજા ભોગવટાના ઘરમાંથી પોશ ડોડવાનો જથ્થો 14 કિલો 200 ગ્રામ કિ.રૂા.42,600નો તથા બે મોબાઈલ કિ.રૂા.5500 મળી કુલ રૂપિયા 48,100ના મુદામાલ સાથે મળી આવતા ઈસમ વિરુધ્ધ મુળી પો.સ્ટે.માં એનડીપીએસ એકટ કલમ 8 (સી) 15 (બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.