નગરપાલિકાના સફાઇ કામદારોના છેલ્લા ઘણાં માસથી પગાર નહીં થતાં નગરપાલિકા સફાઈ કામદારો નગરપાલિકા વિરૂધ્ધ ચાલ્યા છે લીંબડી મેઈન બજારમાં કચરો નહીં લેતા ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળ્યું જેમાં લીંબડીના વેપારીઓ દ્વારા જાતે સફાઈ કરતાં જોવા મળ્યા હતા અને કચરો રોડ પર ઠલેવતા જોવા મળ્યા હતા ત્યારે લીંબડી નગરપાલિકા સફાઈ કામદારના પગાર નહીં કરતા સફાઈ કામદારોએ સફાઈ નહીં કરવા વિરોધ કર્યો હતો
ત્યારે ગટરોથી લઈને રોડ રસ્તામાં ગંદગી જોવા મળી હતી ત્યારે વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે અમોએ સફાઈ કામદારને કચરો હટાવવાની વાત કરવામાં આવી તો સફાઈ કામદારોએ સ્પષ્ટપણે સફાઈ કરવાની ના પાડી હતી જ્યાં સુધી પગાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવું વેપારીઓને જણાવ્યું હતું ત્યારે લીંબડીના વેપારીઓ પરેશાન બન્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement