Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિ નો જિલ્લા કક્ષાનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

Share

સુરેન્દ્રનગર ખાતે સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ ટ્રસ્ટ-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ તારીખ-8 ડિસેમ્બર ને રવિવાર ના રોજ વઢવાણ સુરેન્દ્રનગર રોડ પર આવેલ રાજપૂત કન્યા છાત્રાલયની પાછળ આયોજન કરવા માં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ માં 20 નવ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા જેમાં આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન પદે સ્વ નાગરભાઈ રામજીભાઈ પીઠવા પરિવારે લાભ લીધો હતો. જયારે અતિથિ વિશેસ પદે સંસદ સભ્ય ર્ડો.મહેન્દ્રભાઈ મુંજપરા વઢવાણ મત વિસ્તાર ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા સુરેન્દ્રનગર વઢવાણ લીમડી ચુડા. લખતર. સાયલા. ધ્રાંગધા. પાટડી. ચોટીલા વગેરે જ્ઞાતિ ના આગેવાનો. તથા પ્રમુખો તેમજ ટ્રસ્ટી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે નવ યુગલો ને આશીર્વાદ આપવા માટે ટીકર નર્મદેસ્વર આશ્રમ ના શિલાગીરી માતાજી અને બાળ વિદુષી રતનબેન મોરબી ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા જયારે આ જિલ્લા કક્ષા ના સમૂહ લગ્નોત્સવ ના કાર્ય ને સફળ બનાવા માટે સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેકસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ સુરત કલેકટર કચેરી ખાતે દેખાવો યોજયા હતા.

ProudOfGujarat

સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!