Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

Share

આજે જ્યારે 26 મી જાન્યુઆરી હોય ત્યારે દેશના દરેક સમાજમાં એક અનોખો દેશપ્રેમ જોવા મળે છે ત્યારે લીંબડી ખાતે આવેલ દાઉદી વ્હોરા સમાજ દ્વારા વોરાવાડ ખાતેથી લઈને લીંબડી મોટા મંદિર સુધી બ્યૂગલો અને બેન્ડના રણકાર સાથે ફ્લેગ માર્ચ કરી હતી અને લીંબડી નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને મોટા મંદિર ખાતે રાષ્ટ્ર ગાન સાથે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.

આજના 26 મી જાન્યુઆરીના પર્વની ઉજવણી કરી હતી ત્યારે લીંબડી મોટા મંદિર મહંત લલીતકિશોરબાપુ, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, મનુભાઈ જોગરાણા, દાઉદી સમાજના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લીંબડી શહેરના નાના ભુલકાઓ મહિલા સહિત લીંબડી શહેરના લોકો હાજર રહ્યા હતા અને આજના દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ટાઈગર એકતા ગ્રુપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા પ્રતિ શિયાળા દરમ્યાન યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પૂર્વે આજરોજ મહિલાઓની ટીમો વચ્ચે મેચ યોજાઇ હતી.

ProudOfGujarat

અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!