દરેક પ્રકારના નગરપાલિકાને ટેકસની ભરપાઈ કરવા છતાં સુવિધાઓથી વંચિત રહિશો બાળકો મહિલાઓ વૃદ્ધોને ગટરના ગંદા પાણીથી ખુશી રહિશોનો કટાક્ષ લીંબડી મોટાવાસ વિસ્તારના મેન આવવા જવાના રસ્તા પર ગટરના ગંદા પાણીથી રહીશોમાં રોષ.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ મોટાવાસના આવવા જવાના મેન રસ્તા ઉપર જ રોજે સવારે ગટર ઉભરાઈને ગટરનું ગંદુ પાણી આવી જાય છે ત્યારે આ બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ વિસ્તારમાં અલગ-અલગ સમાજની દરેક જ્ઞાતિઓ રહે છે જેમાં વાડી વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, ખાડિયા પરુ, મથુરાપરુ તેમજ ખાખચોક વિસ્તારના લોકો પણ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે જ્યારે બીજી તરફ સવારમાં બાળકોને શાળાએ જવાનું હોય છે, મહિલાઓ અને વૃદ્ધોને મંદિરે જવાનું હોય છે પણ આ ગટરના પાણીને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમ છતાં લીંબડી નગરપાલિકા આંખ આડા કાન કરીને જોઈ રહ્યું છે ત્યારે રહીશોના જણાવ્યા મુજબ સફાઈ કામદાર અહીંયા નહીં આવતા રહીશો દ્વારા જ ગટર સાફ કરવામાં આવે છે જે તમને તસવીરમાં દેખાય રહ્યું છે. બીજી તરફ નાના નાના બાળકોને ઉંચકી આ ગટરનો દરિયો રહીશો દ્વારા ઓળંગવામાં આવી રહ્યો છે. આ બાબતે તંત્રના અધિકારીઓ પોતાની ફરજથી ભાગી રહ્યા હોય તેવું રહિશોને લાગી રહ્યું છે. ત્યારે રહીશોમાં નગરપાલિકા સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર