હાલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધારો થયો છે અને વ્યાજ ખાનારા માફીયામા દિનપ્રતિદિન વધારો વધી રહ્યો છે. ગરીબ લોકો પાસેથી બેફામ પાંચ, દશ, પંદર ઉપરાંત વ્યાજના ટકે પૈસા આપી અને કડક પઠાણી ઉઘરાણી કરે છે અને લોકોને પરેશાન કરે છે ત્યારે ઘણા બધા લોકો આવા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કરતા હોય છે ત્યારે આજે આ બાબતે લીંબડી પોલીસ સ્ટેશનમા વ્યાજખોરી બાબતે લોક દરબાર યોજાયો હતો જેમાં લીંબડી સીપીઆઈ એમ.એચ.પવાર, પીએસઆઈ એન.એચ.ખુરેશી, ટીડીઓ અરવિંદભાઈ પારધી, ડેપ્યુટી મામલતદાર પરમારભાઈ સહિતના અધિકારીઓની હાજરીમાં આ લોકદરબાર યોજાયો હતો. જેમાં ગામના વેપારીઓ અને વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા તેમજ સરકારી યોજનાઓના લાભ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને આવા વ્યાજખાનારા માફીયા સામે તાત્કાલિક ફરીયાદ લેવા પણ બાંહેધરી આપી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો.
Advertisement