Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, આ મોટા નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું

Share

ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કોંગ્રેસના એક કદાવર નેતાએ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામી હતી. કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેમના દ્વારા રાજીનામુ આપી દીધું હોવાની વાત સામે આવતા સમગ્ર પંથકમાં ગરમાવો આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 બેઠકોમાં કોંગ્રેસ પાસે દસાડા અને ચોટીલા હતી જે બેઠકો પર સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વગર જ ટિકિટની ફાળવણી કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. જેના ભાગરૂપે તેમણે રાજીનામુ આપી દીધું હોવાની વાત સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. અહીં મુકવામાં આવેલા સ્થાનિક પ્રભારી સામે પણ આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમના દ્વારા પણ સ્થાનિક નેતાઓની અવગણના કરી હતી જેના કારણે કોંગ્રેસએ બેઠક ગુંજાવવામાં આવી હતી જેના કારણે જિલ્લા પ્રમુખ પદ પર ન રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તેવામાં પ્રમુખના રાજીનામાંને પગલે અન્ય આગેવાનો પણ રાજીનામાં આવે તેવી શક્યતાઓ રાજકીય ચકડોળે ચડી છે. આ અંગે પાર્ટી દ્વારા વિચારણા કરવામાં આવે તો મોટું ભંગાણ થતાં અટકાવી શકે છે.

Advertisement

Share

Related posts

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં થઈ શક્શે VIP દર્શન, મંદિર કમિટીએ લીધો નિર્ણય

ProudOfGujarat

લીંબડી 40 બેડનુ કોવિડ કેર સેન્ટર બનશે

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે અન્નોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગરીબોને અન્ન વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!