Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી બસ સ્ટેન્ડમાં ગંદકીથી મુસાફરો ત્રાહિમામ.

Share

લીંબડી એટલે સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે તેમજ નેશનલ હાઇવે પર આવેલ આ લીંબડી શહેર છે જ્યાં કરોડોના ખર્ચે બસ સ્ટેશન ઉભુ કરેલ પણ શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે લાખો રૂપિયા ખર્ચીને સીસીટીવી કેમેરા પણ આ બસ સ્ટેશનમાં મુકવામાં આવેલ છે પણ શોભાના ગાંઠિયા સમાન આ કેમેરા બંધ હાલતમાં છે આ બાબતે ઉપલા લેવલે ડેપો મેનેજર પરમાર દ્વારા લેખિત અનેકવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં ટસનું મસ નથી થતું. આ બસ સ્ટેશનમાં લુખ્ખા અને આવારા તત્વો પણ મોટો ત્રાસ છે તેમ છતાં કોઈ પ્રકારનો પોલીસ પોઈન્ટ નથી તેમજ ડેપોના પાછળના ભાગે મહાકાય ગંદકીનુ સામ્રાજ્ય છે આ બાબતે પણ ડેપો મેનેજર પરમારે નગરપાલિકાને રજુઆત કરેલ છે તેમ છતાં હાલ બસ સ્ટેશનની દયનિય હાલ થવા પામી છે. વિધાર્થીનીઓની છેડતીના બનાવો પણ આ બસ સ્ટેશનમાં વધ્યા હોય તેવું પણ જાણવા મળ્યું હતું. તેમજ બાઈક, કાર, રીક્ષાઓ બેફામ પાર્ક કરેલ હોય છે જેના કારણે મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કામરેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં બની રહેલ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓનું આગમન થતાં 10 નવા પીંજરા મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!