લીંબડી રાજકોટ હાઇવે પર અવધ હોટલ નજીક એક કાર ગેસ પંપ પર ગેસ પુરાવી વળાંક પર આવતા બીજી કાર પાછળથી પુરપાટ ઝડપે આવતા એક કાર બીજી કાર સાથે ધડાકાભેર અથડાતાં આકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોને ઈજા પહોંચી હતી જેમાં મળતી માહિતી મુજબ રોજીદ ગામના સુરેશભાઈ વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલભાઈ ધરમશીભાઈ, જયશ્રીબેન વિકાસભાઈ, શીતલબેન સુરેશભાઈ અને અમદાવાદના મધુબેન વસંતભાઈને ઈજા પહોંચી હતી ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો રોજીદ ગામનો પરીવાર સાયલાથી ધરે જઇ રહ્યો હતો અને અમદાવાદનો પરીવાર મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ આકસ્માત સર્જાયો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement