લીંબડીમાં દિન પ્રતિદિન રખડતાં ઢોર વધી રહ્યાં હોય તેવું પણ લાગે રહ્યું છે ત્યારે આ લીંબડી ભોગાવા નદીના પર આવેલા બ્રિજ પર અંદાજીત 100 ઉપરાંત રખડતાં ઢોર બેસી રહે છે ત્યારે લીંબડી ધંધુકાને જોડતો માત્ર આ એક જ માર્ગ છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ વડોદરામાં આવા રખડતાં ઢોરને કારણે એક વ્યક્તિને જીવ ગુમાવ્યો હતો તેમજ લીંબડીમાં પણ ભુતકાળમાં આવા ઢોરને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો શું તંત્ર હજુ કોના જીવ ગુમાવવાની રાહ જોઈ રહ્યું છે. જો આવનાર સમયે કોઈ દુર્ધટના સર્જાઈ તો જવાબદાર કોણ? આવા પ્રજામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે તો આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રખડતાં ઢોરને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવા કામગીરી કરવી જોઈએ જે લોકોની માંગ છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement